Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએએ અને યુનિફોર્મ સિવિલ કોડ બાદ હવે વધુ એક કાયદાવે લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, બીજેપી રાજ્ય એકમ દ્વારા એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે જે એક એક સારી પહેલ છે. કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકારો આ મામલે વિચારી શકે છે. અમિત શાહે આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. 


અમિત શાહે કટ્ટરવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટી-રેડિકલાઇઝેશન સેલ સાથે કોઈ જ સંપ્રદાયને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દેશ વિરોધી તત્વો સામેની લડાઈ માટેની તૈયારી છે.  


આજે અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક ખાસ વાતચીતમાં વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અગાઉ અમિત શાહ સીએએ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો એમ વિચારી રહ્યાં છે કે દેશમાં સીએએ કાયદો લાગુ નહીં થઈ શકે તો એ લોકો ભુલ કરી રહ્યાં છે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને શાહે કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાને લઈને પ્રતિબદ્ધ છે. પરંતુ આ માટે યોગ્ય ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. જનસંઘના સમયથી જ ભાજપે આ મામલે વાયદો કરેલો છે. 


હવે શાહે ગુજરાતમાં એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપનાની જાહેરાતને લઈને કહ્યું હતું કે, આ ખરેખર એક સારી પહેલ છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર પણ આ મામલે વિચારણા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સેલને કોઈ જ ધર્મ સાથે કંઈ જ લેવાદેવા નથી. આ નિર્ણય દેશ વિરોધી તત્વોને ડામવા માટેની એક પહેલ છે. 


આપ પર કર્યા આકરા પ્રહારો


શાહે કહ્યું આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ 'આપ' ઉમેદવારનું નામ વિજેતા ઉમેદવારોની યાદીમાં નહીં દેખાય. શાહે કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને અવગણવો જોઈએ. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલી શકશે નહીં. ગુજરાતમાં ભાજપનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ રહ્યો છે. પરંતુ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP મોદીના ગૃહ રાજ્યમાં આવીને આક્રમક પ્રચાર કરી રહી છે.


ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે રાજ્યના 19 જિલ્લાઓમાં મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.