શ્રીનગર: ગૃહપ્રધાન રાજનાથ સિંહે કરી સીએમ મુફ્તી અને રાજ્યપાલ સાથે મુલાકાત
abpasmita.in | 24 Jul 2016 02:16 AM (IST)
શ્રીનગર: ગૃહપ્રધાન રાજનાથ સિંહ આજે શ્રીનગરમાં છે. તેમણે કશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તી અને રાજ્યપાલ એનએન વોહરા સાથે મુલાકાત કરી હતી. તેઓ આજે અલગ-અલગ રાજકીય દળોના પ્રતિનિધિ સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ઘાટીમાં હિજબુલના કમાંડર બુરહાન વાનીના એન્કાઉંટરમાં મોત બાદ હિંસા અને તણાવનો માહોલ હતો. જેના પગલે સતત 14 દિવસ શ્રીનગરમાં કર્ફ્યૂ પાળવામાં આવ્યો હતો.