નવી દિલ્લી: 26/11ના હુમલાના સાત વર્ષ બાદ એક મોટો ખુલાસો થયો છે. 26 નવેમ્બર 2008માં જ્યારે મુંબઈ પર આતંકી હુમલો થયો ત્યારે ભારતના ગૃહ સચિવ અને ઘણા મોટા અધિકારીઓ પાકિસ્તાનના હિલસ્ટેશનની મજા માણી રહ્યા હતા.


ઈસ્લામાબાદમાં ગૃહસચિવ સ્તરની વાતચીત માટે ભારતના તત્કાલિન ગૃહ સચિવ મધુકર ગુપ્તાની આગેવાનીમાં ડેલિગેશન પાકિસ્તાન ગયા હતા. જેમાં આઈબી અને વિદેશ મંત્રાલયના મોટા ઓફિસરો પણ હતા. 25 નવેમ્બર મુંબઈમાં હુમલો થયો તે રાત્રે બધા અધિકારીઓ મરી હિલસ્ટેશન પર મહેમાનગતિ માણી રહ્યા હતા.

આરોપ છે કે જે કાવતરા હેઠળ પાકિસ્તાનના ભારતીય અધિકારીઓને લાલચ આપ્યા જેમાં તેઓ ફસાઈ ગયા. તે સમયે ગૃહ સચિવ મધુકર ગુપ્તાએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં 169 લોકોના મોત થયા હતા. જ્યારે 309 ઘાયલ થયા હતા. આ હુમલામાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈબાનો હાથ હતો. તેમજ કેટલાક પાકિસ્તાની અધિકારીઓ પણ શામેલ હતા.