ગૃહ મંત્રાલયે કહ્યું, કોરોના વાયરસ સાથે જોડાયેલા દિશાનિર્દેશોનું કડક પાલન કરવામાં આવે. પડોશી દેશો સાથે વેપાર માટે આવન-જાવન અને વસ્તુઓની લેવડ-દેવડ પર કોઈ પ્રતિબંધ નથી.
મંત્રાલયે કહ્યું દેશમાં એક્ટિવ કેસ અને નવા કેસની સંખ્યામાં છેલ્લા કેટલાક મહિનાઓની તુલનામાં ઘટાડો થયો છે. પરંતુ મહામારીને સંપૂર્ણ દૂર કરવા માટે સાવધાની રાખવી અને કડક પગલા લેવા જરૂરી બને છે.
શું છે કોરોના ગાઈડલાઈન
કોરોના મહામારીથી બચવા 27 જાન્યુઆરીએ દિશાનિર્દેશ જાહેર કરાયા હતા. તે અનુસાર, સિનેમા હોલ અને થિયેટરને દર્શકો સાથે ચલાવવાની મંજૂરી આપી છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવન-જાવન પર કોઈ રોકનથી. સ્વીમિંગ પૂલના પણ ઉપયોગની મંજૂરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,488 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે 113 લોકોના મોત થયા છે અને 12,771 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,10,79,979 થઈ છે. જ્યારે 1,07,63,451 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,56,938 પર પહોંચ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા 1,59,590 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 1,42,42,547 લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે.