આ સાથે જ એનડીએમાં હાલમાં જ જોડાયેલ જીતનરામ માંજીની પ્રટી 4 બેઠક પર ચૂંટણી લડી શકે છે. ઉપરાંત ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી 5 સીટ પર ઉમેદવાર ઉતારી શકે છે.
નોંધનીય છે કે, NDAથી અલગ થયા બાદ ફરી RLSP એનડીએમાં સામેલ થઈ હતી. આ વખતે તેને સાથે લાવવામાં નીતિશ કુમારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નીતિશ સાથે મુલાકાત બાદ જ RLSPએ એનડીએમાં જોડાવાવની વાત કહી હતી.
કહેવાય છે કે, LJPને એનડીએ સાથે જોડી રાખવા માટે ભાજપે પોતાના ક્વોટાની કેટલીક બેઠકો આપી છે. હાલમાં જ કૃષિ બીલના વિરોધમાં અકાલી દલે એનડીએનો સાથ છોડી દીધો હતો. માટે હવે ભાજપ નથી ઇચ્છતુ કે કોઈ અન્ય પક્ષ એનડીએથી અલગ થાય. આ જ કારણે ચિરાગ પાસવાનને મનાવવા માટે પોતાના ભાગની કેટલીક બેઠકો જતી કરી છે.