પ્રવાસી મજૂરોને લઈ કોંગ્રેસે PM મોદી પર કર્યો પ્રહાર, પૂછ્યું-PM Cares માંથી કેટલા રૂપિયા આપ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 May 2020 01:52 PM (IST)
પ્રવાસી મજૂરોને લઈ સતત કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતી આવી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે લોકડાઉનની સ્થિતિ વચ્ચે ત્રીજી વખત 'મન કી બાત' કાર્યક્રમ મારફતે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જે કોરોનાની મહામારીની અસરથી મુક્ત હોય. ગરીબ વર્ગ પર તેની સૌથી વધારે માઠી અસર થઈ છે. આપણા પૈકી કોણ એવું હશે કે જે તેમની તકલીફને ન સમજી શકતા હોય. સમગ્ર દેશ તેમની તકલીફને સમજી શકે છે. તમામ વિભાગના કર્મચારી તેમના માટે સતત કાર્યશીલ છે. જે બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કબિલ સિબ્બલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કોરોના લોકડાઉનને લઈ નિશાન સાધ્યું હતું. સિબ્બલે કહ્યું, હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે શું તમે જણાવશો કે પીએમ કેયર્સ ફંડમાંથી મજૂરોને કેટલા રૂપિયા આપ્યા ? હું તમને આ સવાલનો જવાબ આપવાની વિનંતી કરુ છું. આ ગાળા દરમિયાન અનેક લોકના મોત થયા, કેટલાકના પગપાળા જતી વખતે મોત થયા, અમુકના ટ્રેનમાં મોત થયા તો કેટલાક ભૂખ્યા મોતને ભેટ્યા. પ્રવાસી મજૂરોને લઈ સતત કોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતી આવી છે. પીએમ કેયર ફંડમાં આમ આદમી લઈ ઉદ્યોગપતિઓએ મોટા પાયે દાન આપ્યું છે.