corona virus:કોઇપણ વેક્સિન આપના શરીરને બીમારી સામે લડવા માટે સક્ષમ બનાવે છે. હાલ કોરોનાની મહામારી સામે કોવેક્સિન અને કોવિશીલ્ડના ઉપયોગ માટે મંજૂરી મળતા મોટાપાયે દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. હાલ દેશમાં વેક્શિનનેશન ચાલી રહ્યું છે ત્યારે કોરોના વેક્સિન વિશે થોડું સમજવું જરૂરી છે.

કોઇ પણ વેક્સિન આપના શરીરને કોઇ બીમારી, વાયરસ, સંક્રમણ સામે લડવા માટે તૈયાર કરે છે.વેક્સિન કોઇ જીવના નિષ્ક્રિય અંશ હોય છે. જે બીમારીના કારણે બને છે.

વેક્સિન કેવી રીતે કરે છે કામ

વેક્સિન શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને સંક્રમણની ઓળખ કરવા માટે પ્રેરિત કરે છે અને તેના વિરૂદ્ધ શરીરમાં એન્ટીબોડી બનાવે છે. જે હુમલા સામે લડવા માટે શરીરની મદદ કરે છે.વેક્સિન લગાવવાની નકારાત્મક અસર બહુ ઓછી જોવા મળે છે. કેટલાક લોકોને સાઇડ ઇફેક્ટનો સામનો કરવો પડે છે. તાવ, ઉલ્ટી જેવા લક્ષણો કેટલાક કેસમાં જોવો મળે છે.

અમેરિકાના સેન્ટર ઓફ ડીસીઝ કંન્ટ્રોલ એન્ડ પિવેન્શન સીડીસીનું કહેવું છે કે, વેક્સિન બહુ શક્તિશાળી હોય છે. કારણ કે તે વધુ દવાઓના વિપરીત કોઇ બીમારીનો ઇલાજ નથી કરતી પરંતુ તેને થતાં રોકે છે.

શું વેક્સિન સુરક્ષિત છે

વેક્સિનનું શરૂઆતનું ફોર્મ ચીનના વૈજ્ઞાનિકે 10મી શતાબ્દીમાં શોધી લીધું હતું  પરંતુ 1796માં એડવર્ડ જેનરે જોયું કે, ચિકન પોક્સના હળવા સંક્રમણની એક ડોઝ પિકસ પોકસના ગંભીર સંક્રમણથી સુરક્ષા આપી રહ્યાં છે.તેમને તેના પર વધુ અધ્યયન કર્યું. તેમણે આ સિદ્ધાંતનું પરિક્ષણ પણ કર્યું અને આ તેના નિષ્કર્ષ 2 વર્ષ બાદ પ્રકાશિત થયા. બસ ત્યારથી વેક્સિન શબ્દની ઉત્પતિ થઇ.

વેક્સિનને આધુનિક દુનિયાની સૌથી મોટી ચિકિત્સક સિદ્ધી માનવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વેક્સિનના કારણે દર વર્ષે અંદાજિત ત્રીસ લાખ લોકોનો જીવ બચી જાય છે.  

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

બજારમાં વેક્સિન લાવતા પહેલા તેનું જાનવર પર પ્રયોગ કરવામાં આવે છે. જાનવર પર સફળ પરીક્ષણ બાદ હ્યુમન ટ્રાયલ શરૂ થાય છે. સફળ હ્યુમન ટ્રાયલ બાદ જ તેને ઉપયોગ માટે મંજૂરી મળે છે.