ચેન્નઈમાં આજે  (25 નવેમ્બર, મંગળવાર)ABP નેટવર્કના પ્રતિષ્ઠિત Southern Rising Summit 2025 યોજાશે, જેમાં રાજકારણ, શિક્ષણ, ટેકનોલોજી, ઉદ્યોગ અને કળા ક્ષેત્રની અનેક અગ્રણી હસ્તીઓ મંચ પર એકસાથે હશે. આ દિવસભર ચાલનારા કાર્યક્રમમાં દક્ષિણ ભારતના ભવિષ્ય, નીતિઓ, વિકાસ, સામાજિક મુદ્દાઓ અને નવી શક્યતાઓ પર ચર્ચા થશે.

Continues below advertisement


આ કાર્યક્રમની શરૂઆત ABP નેટવર્કના ડિરેક્ટર ધ્રુવ મુખર્જીના સ્વાગત સંબોધનથી થશે. ત્યારબાદ તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન "Growth with Equity" વિષય પર રાજ્યની વિકાસ નીતિઓ પર પોતાના વિચારો શેર કરશે. તમિલનાડુના સ્કૂલ શિક્ષણ મંત્રી અંબિલ મહેશ પોય્યામોઝી શિક્ષણ સુધારા પર મહત્વપૂર્ણ વાત રાખશે. તેલંગણાના ભૂતપૂર્વ MLC કે. કવિતા Politics of Families પર વક્તવ્ય આપશે.


મુખ્ય સત્રમાં નીચેની હસ્તીઓ ભાગ લેશે


મુખ્ય સત્રમાં ડીએમકેના સલેમ ધરણીધરન, એઆઈએડીએમકેના કોવઈ સત્યન, ભાજપના એસ.જી. સૂર્યા અને તમિલનાડુ કોંગ્રેસના બેનેટ એન્ટોની રાજુ ભાગ લેશે, જ્યાં તેઓ SIR Electoral Rollને લગતા ચાલી રહેલા વિવાદ પર ચર્ચા કરશે. બપોર પછી અભિનેત્રી માલવિકા મોહનન, આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર પ્રો. વી. કામકોટી અને ABP Educationના સીઈઓ યશ મહેતા ટેકનોલોજી, ભાષા અને શિક્ષણના નવા પરિમાણો પર ચર્ચા કરશે. ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન અંબુમણી રામદાસ, તમિલનાડુના ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈ અને કેરળ સરકારના પ્રધાન રાજેશ એમબી તેમના સંબંધિત ક્ષેત્રો પર મહત્વપૂર્ણ સમજ શેર કરશે.


સાંજનું સત્ર ખાસ રહેશે.


પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદ્યોગ જગતમાંથી પ્રીતીશ વેધાપુડી, વિમેશ પી અને એ.ડી. પદ્મસિંહ ઈસાક સાંજના સત્રમાં ભાગ લેશે. કેરળની બે મહિલા ક્રેન ઓપરેટરો નનથાના મૈરી જે ડીઅને રેજીથા આર.એન., મહિલા સશક્તિકરણ પર કેન્દ્રિત સત્રમાં તેમના અનુભવો શેર કરશે. આ કાર્યક્રમ લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડિયન શ્રદ્ધા જૈન (Aiiyo Shraddha) દ્વારા એક સત્ર સાથે સમાપ્ત થશે, જે વિવિધતા અને કલાના મહત્વ પર ચર્ચા કરશે.


જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોવું?


એબીપી ન્યૂઝ આ ખાસ કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ www.abplive.com, news.abplive.com, abpnadu.com અને abpdesam.com પર કરશે. તમે તેને એબીપી ન્યૂઝ યુટ્યુબ ચેનલ (https://www.youtube.com/channel/UCRWFSbif-RFENbBrSiez1DA) પર પણ લાઈવ જોઈ શકો છો.