PMSGY: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં એક યોજનાની જાહેરાત કરી હતી જે પીએમ સૂર્ય ઘર યોજના તરીકે ઓળખાય છે. આ એક મફત વીજળી યોજના છે, જેના હેઠળ સરકાર તમને છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. આ યોજના હેઠળ તમને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. એટલું જ નહીં, આ યોજનાનો લાભ લઈને તમે મફત વીજળી મેળવવાની સાથે આ યોજનામાંથી પૈસા કમાઈ શકો છો. આજે અમે તમને જણાવીશું કે આ યોજનાનો ભાગ બનીને તમે કેવી રીતે ઘણા પૈસા કમાઈ શકો છો.
સૌ પ્રથમ જાણો કે તમે દર મહિને કેટલી વીજળીનો વપરાશ કરો છો. તમારા સોલાર પેનલ પણ તે મુજબ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જો તમારો વપરાશ 150 યુનિટ સુધીનો હોય તો તમારે એક કિલોવોટનું સોલાર પેનલ લગાવવું પડશે. જ્યારે જો વપરાશ 200થી 250 યુનિટ હોય તો તમે બે કિલોવોટ સુધીનું સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો. જો વપરાશ 300 યુનિટથી વધુ હોય તો તમારે 3 કિલોવોટનું સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવું પડશે. આ યોજનામાં તમને દરેક પેનલની કિંમત અનુસાર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે.
આ યોજનામાંથી તમે આ રીતે કમાણી કરશો
હવે જો આપણે સોલાર પેનલ્સથી થતી કમાણી વિશે વાત કરીએ તો તેનો સરળ સિદ્ધાંત એ છે કે તમારા વપરાશ સિવાય, તમે જે વીજળી ઉત્પન્ન કરી છે તે વીજળી કંપનીઓને વેચી શકો છો. એટલે કે, જો તમારો માસિક વપરાશ લગભગ 200 યુનિટ છે અને તમે 2 કિલોવોટનું સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો અને તે દર મહિને 250 યુનિટ સુધી વીજળી ઉત્પન્ન કરે છે તો તમે 50 યુનિટ વેચી શકો છો. તેવી જ રીતે તમે દર મહિને બચત કરેલા યુનિટની સંખ્યા અનુસાર વીજળીમાંથી પૈસા કમાઈ શકો છો. સરકારે દાવો કર્યો છે કે લોકો આનાથી દર વર્ષે 15 થી 18 હજાર રૂપિયા કમાઈ શકે છે. તમે આ વીજળી સીધી સરકારને આપી શકો છો, જેના બદલામાં સરકાર તમને પૈસા આપશે, જે સીધા તમારા ખાતામાં જમા થશે.
PM કિસાન યોજના: આ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાને બદલે પૈસા કપાશે, જાણો કામની વાત