Hyderabad News: આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ડીઆરએફ) અને ફાયર કર્મીઓને ઘટનાસ્થળે તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.


Hyderabad Building Collapsed: હૈદરાબાદ (Hyderabad) માં શનિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગનું શટર પડી જવાથી બે લોકોના મોત થયા હતા. જોકે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાટમાળ નીચે દટાયેલા ત્રણ લોકોના જીવ બચાવ્યા હતા. અહેવાલો મુજબ, કુકટપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ શાંતિ નગર સ્થિત આ બિલ્ડિંગની અંદર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે ચોથા અને પાંચમા માળના સ્લેબ તૂટી પડ્યા.


ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ, ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (DRF) અને ફાયર બ્રિગેડના જવાનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતા એક ફાયર અધિકારીએ જણાવ્યું કે, "કુકટપલ્લી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ શાંતિ નગર સ્થિત આ ઈમારતની અંદર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. સવારે 4 વાગ્યે અમને એક ઈમારત ધરાશાયી થવાની માહિતીનો ફોન આવ્યો. અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા. 5 લોકો હતા. બિલ્ડીંગ ધરાશાયી થતા બિલ્ડીંગના ઉપરના ભાગે મ્યુનિસિપલ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.આશંકા છે કે આ ઘટના હલકા ગુણવત્તાના મટીરીયલના ઉપયોગને કારણે બની છે.