જણાવીએ કે હાલમાં સાઈબરાબાદ પોલીસની કમાન એવી વ્યક્તિના હાથમાં છે જે એન્કાઊન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાય છે, સાઈબરાબાદ પોલીસના કમિશ્નર વી. સી. સજ્જનાર છે.
હૈદરાબાદમાં થોડા સમય પહેલા જ રેપ અને બાદમાં યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. જેના કારણે સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ ઘટનાનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. આ હિચકારી કૃત્ય બદલ આરોપીઓને તાત્કાલિક સજા આપવાની માગ કરવામાં આવી હતી. જે પછી પોલીસે આજે ચારે આરોપીઓને ઘટનાનું રિ-કન્સ્ટ્ર્ક્શન કરવા માટે લઈ ગઈ હતી જ્યાં ભાગવાની કોશિષ કરતાં આરોપીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા.
આ પહેલા 2008માં તેલંગણાના વારંગલમાં કોલેજની યુવતી પર તેજાબ ફેંકવામાં આવ્યું હતું. ત્યારે પણ વિવાદ થયો હતો. બાદમાં ત્રણે આરોપીઓના એન્કાઊન્ટર કરી નાંખવામાં આવ્યા હતા. આરોપીઓ પોલીસની નજર હેઠળ હતા ત્યારે અચાનક તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે આ આરોપીઓનું એન્કાઊન્ટર કરી નાંખ્યું હતું.
માત્ર રેપના જ આરોપી નહીં પરંતુ માઓવાદીઓની એન્કાઊન્ટર ટીમનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. હૈદરાબાદમાં પોલીસ કમિશ્નર તરીકે તેમણે દોઢ વર્ષથી જ કમાન સંભાળી છે. જો કે હવે એન્કાઊન્ટરની ન્યાયિક તપાસ થશે. કારણ કે તમામ વસ્તુઓને બારીકીથી જોવામાં આવશે કે એન્કાઊન્ટર જરૂરી હતું કે નહીં.