હૈદરાબાદઃ તેલંગાણા રાજ્યની પોલીસે આજે એવુ કાર્ય કર્યુ કે લોકોએ તેમનુ અદભૂત રીતે સ્વાગત કર્યુ. થોડાક દિવસો પહેલા હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટરને ચાર આરોપીઓએ દુષ્કર્મ આચરીને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે આ ચારેય આરોપીઓને પકડીને કાર્યવાહી શરૂ કરી હતી. જોકે આજે આ દૂર્ઘટના પર મોટો વળાંક આવ્યો છે, આજે વહેલી સવારે પોલીસે આ ચારેય આરોપીઓનુ એન્કાઉન્ટર કરી દીધુ છે.

રિપોર્ટ છે કે, પોલીસની આ બહાદુરીભરી કાર્યવાહીને લોકોએ દિલથી વધાવી લીધી છે. જે જગ્યાએ મહિલા ડૉક્ટરની હત્યા કરાઇ હતી તે જગ્યાએ પોલીસે આજે વહેલી સવારે ચારેય આરોપીએનો ઘટનાનુ રિકન્ટ્રક્શન કરતાં ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર વાળી જગ્યાએ લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ ને પછી પોલીસકર્મીઓ પર ફૂલ વરસાવવા લાગ્યા હતા, ફટાકડા ફોડ્યા ને પછી પોલીસકર્મીઓને ખભે ઉઠાવી લીધા હતા. આ ઘટનાનો વીડિયો ખુબ હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.


પોલીસ અનુસાર, જ્યારે ઘટનાનુ રિકન્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતુ ત્યારે દુષ્કર્મના ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી ને અંતે પોલીસે ચારેયને ઠાર માર્યા હતા. આ ઘટનાની દેશભરમાં પુરજોશથી ઉજવણી કરાઇ રહી છે.