રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું, “એન્કાઉન્ટર હંમેશાં યોગ્ય ન કહેવાય. આ બાબતમાં પોલીસના દાવા અનુસાર, આરોપી બંદૂક લઈને ભાગી રહ્યા હતા. એટલે કદાચ તેમનો આ નિર્ણય યોગ્ય છે. અમારી માંગણી હતી કે, આરોપીઓને ફાંસીની સજા મળે, પરંતુ કાયદાકિય પ્રક્રિયા અંતર્ગત. અમે ઈચ્છતા હતા કે, ઝડપી ન્યાય મળે. આખી કાયદાકિય પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી થવી જોઇએ. આજે લોકો એન્કાઉન્ટરથી ખુશ છે, પરંતુ આપણું બંધારણ છે, કાયદાકિય પ્રક્રિયા છે.”
તો બીજેપી નેતા કપિલ મિશ્રાએ, “ધન્યવાદ હૈદરાબાદ પોલીસ, આ જ બળાત્કારીઓને પાઠ ભણાવવાનો ઉપાય છે. આશા છે અન્ય રાજ્યોની પોલીસ તમારી પાસેથી શીખ લેશે.”