Hyderabad New: હૈદરાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુરુવારે સૈદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે આત્મહત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે યુટ્યુબ ચેનલ પર ફોલોઅર્સ ન વધવાને કારણે યુવક ખૂબ જ દુઃખી હતો અને તણાવમાં આવીને તેણે આત્મહત્યા કરી લીધી હતી.


IIITM ગ્વાલિયરનો વિદ્યાર્થી હતો મૃતક યુવક


મૃતકની ઓળખ IIITM ગ્વાલિયરની 23 વર્ષની વિદ્યાર્થી ધીનાના રૂપમાં થઇ છે. આ વ્યક્તિએ સવારે 5.30 વાગ્યે તેના એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતકની SELFLO નામની યુટ્યુબ ચેનલ છે. ચેનલ પર તેના ફોલોઅર્સની સંખ્યા વધી રહી નહોતી જેના કારણએ તે ખૂબ જ દુઃખી હતો.


વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું


સૈદાબાદના નિરીક્ષક સુબ્બા રામી રેડ્ડીએ જણાવ્યું હતું કે ગ્વાલિયરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ (આઈઆઈઆઈટીએમ)ના એન્જિનિયરિંગના ચોથા વર્ષના વિદ્યાર્થી સી ધીનાએ સવારે લગભગ 5.30 વાગ્યે તેના એપાર્ટમેન્ટ ત્રીજા માળ પરથી છલાંગ લગાવી હતી. એપાર્ટમેન્ટનો સિક્યોરિટી ગાર્ડ અવાજ સાંભળીને ઘટનાસ્થળ તરફ દોડ્યો હતો. જ્યાં વિદ્યાર્થી લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


વિદ્યાર્થીના માતા-પિતા નોકરી કરે છે


TOIના અહેવાલ અનુસાર,  પોલીસે કહ્યું હતું કે ધીના ગેમિંગ સંબંધિત સામગ્રી અપલોડ કરવા માટે SELFLO નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો. ઘટના સમયે તેના માતા-પિતા સૂતા હતા. સૈદાબાદના સબ-ઇન્સ્પેક્ટર એલ રવિ કુમારે જણાવ્યું હતું કે, "તેના માતા-પિતા બંને કામ કરે છે. બુધવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે તેની માતા ઓફિસથી ઘરે પરત ફર્યા હતા.


વિદ્યાર્થી કારકિર્દી અંગે નિરાશ હતો


પોલીસે જણાવ્યું કે ધીના ઘરેથી ઓનલાઈન ક્લાસ લેતો હતો. તેણે તેના જીવન વિશે લખ્યું અને બે મુદ્દાઓ પર પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. પોલીસે કહ્યું કે તેની યુટ્યુબ ચેનલ પર ફોલોઅર્સની ઓછી સંખ્યા હોવાના કારણે નિરાશ હતો. તેને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન પણ નહોતું મળતું." આ કારણોસર તેણે આત્મહત્યા કરી હતી.