હૈદરાબાદ: હૈદરાબાદ વિશ્વવિદ્યાલય પરિસરમાં કાશ્મીર સ્થિતિ પર બેઠક પછી વિદ્યાર્થીના બે જૂથની વચ્ચે સંઘર્ષ થયો હતો. વિશ્વવિદ્યાલયના કુલપતિ વિપિન શ્રીવાસ્તવે જણાવ્યું કે, બે શિક્ષક અને 15 વિદ્યાર્થીઓનું એક જૂથ પરિસરમાં એક શૉપિંગ કોમ્પલેક્ષમાં ભેગુ થયું હતું. અને કાશ્મીર સ્થિતિ પર ચર્ચા વિચારણા કરી હતી. જોકે વિશ્વવિદ્યાલયના સુરક્ષા અધિકારીએ આ બેઠક ન કરવા કહ્યું હતું.

શ્રીવાસ્તવે જણાવ્યું કે સુરક્ષા અધિકારીના વિરોધ છતાં આ બેઠક મળી હતી, અને ભાષણ થયા હતા. બાદમાં વિદ્યાર્થીઓના એક અન્ય વર્ગે બેઠક પર આપત્તિ વ્યક્ત કરી હતી. અને ત્યારપછી અંદરોઅંદર ધક્કા મુક્કી શરૂ થઈ હતી. આ ઘટનાના લીધે બે-ત્રણ લોકોને મામૂલી ઈજા પણ પહોંચી હતા. તેમને કહ્યું કે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને તેના પર નજર રાખવામાં આવી રહી છે.