પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસે આરોપીઓને ચેતવણી આપી હતી અને સરેન્ડર કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. આ કારણ છે કે અમારે પણ ફાયરિંગ કરવું પડ્યું અને આ દરમિયાન આરોપી માર્યા હતા. કમિશનરે કહ્યું કે જે બે પોલીસ જવાનો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
પોલીસે કહ્યું કે, અમે સાઇન્ટિફિક રીતે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આજે સવારે તેઓને સીન રીક્રિએશન માટે લઇને આવ્યા હતા. દરમિયાન આરોપી આરિફ અને ચિંતાકુટાએ પોલીસ પાસેથી હથિયાર છીનવ્યા હતા. આરોપીઓએ લાકડી અને પથ્થરોથી પર પણ પોલીસ પર હુમલો કર્યો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બે આરોપોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. કમિશનર સજ્જનારે કહ્યું કે આરોપીઓ પાસેથી બે હથિયાર જપ્ત કરાયા છે. અમે ફાયરિંગ કરતા અગાઉ અનેકવાર સરેન્ડર કરવા કહ્યુ હતુ પરંતુ તે અમારા પર ફાયરિંગ કરી રહ્યા હતા.