નવી દિલ્હી: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તમામ રાજ્યોને અપીલ કરી છે કે ત્યાં ફસાયેલા પ્રવાસીઓને જવાની મંજૂરી આપવામાં આવે. તેમણે ટ્વિટ કરતા કહ્યું, મારા તમામ રાજ્યોને આગ્રહ છે કે તેઓ ફસાયેલા પ્રવાસીઓને જવાની મંજૂરી આપી એટલે અમે આગામી ત્રણ-ચાર દિવસમાં તેમને તેમના ઘર સુધી પહોંચાડી શકીએ.




આ સાથે જ તેમણે કહ્યું, પીએમ નરેંદ્ર મોદીના નિર્દેશ પર રેલવે છેલ્લા છ દિવસથી શોર્ટ નોટિસ પર દરરોજ 300 શ્રમિક સ્પેશ્યલ ટ્રેલ ચલાવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62,939 પર પહોંચી છે. 2109 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 3277 નવા કેસ ઉમેરાયા છે અને 127 લોકોના મોત થયા છે.