નવી દિલ્હીઃ લોકડાઉન વચ્ચે દિલ્હી-એનસીઆરમાં એકવાર ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના ઝટકા બપોરે લગભગ બે વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગાજિયાબાદ નોંધાયું હતું.






વાવાઝોડા અને વરસાદ બાદ દિલ્હીમાં આ ભૂકંપ આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળ છવાયેલા રહ્યા હતા. બાદમાં અચાનક દિલ્હી એનસીઆરમાં અનેક વિસ્તારોમાં ધૂળ અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ પડ્યો હતો. દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, નોઈડા અને ગુરુગ્રામમાં પણ ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક દિવસો સુધી આવી સ્થિતિ રહેવાની સંભાવના છે. ભૂકંપના ડરથી લોકો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા. અત્યાર સુધી જાનમાલા નુકસાનની કોઈ માહિતી મળી નથી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભૂકંપ આવ્યા બાદ ટ્વીટ કરીને બધાની સલામતીની પ્રાર્થના કરી હતી.