ચંદીગઢઃ પંજાબના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ રાજીનામું પરત ખેંચ્યું છે. સિદ્ધુએ જણાવ્યું હતું કે, એક મહત્વપૂર્ણ વાત કરવા માટે પત્રકાર પરીષદ બોલાવી છે. મેં પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. પાર્ટી પ્રેસિડેન્ટ અને રાહુલ ગાંધી માટે મેં પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. 


નવા G અને DGPની નવી પેનલ આવતા પાર્ટી ઓફિસમાં કામ સંભાળી લઈશ. 2017માં બે મુદ્દા પર સરકાર ગઈ હતી અને 2021માં આ જ બે મુદ્દા પર કેપ્ટન અમરિંદર સિંહ ગયા. બંને મુદ્દે આજે પણ ત્યાં જ ઊભા છે. 






અમદાવાદ-દિલ્હી વચ્ચે 886 કિલોમીટર લાંબા રૂટ પર બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ડીપીઆર (ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેકટના ભાગરૂપે તાજેતરમાં NHSRCL દ્વારા ગાંધીનગરનાં 16 જેટલાં ગામોમાં સર્વે હાથ ધરાયો હતો. આ રૂટ પર ગાંધીનગર મહાત્મા મંદિરને પણ આવરી લેવામાં આવશે. . NHSRCL દ્વારા ચાર રાજ્ય- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી સુધી જનારા આ રૂટ પર 15 સ્ટેશન તૈયાર કરવામાં આવશે. ઉપરાંત આ ટ્રેન સાબરમતીથી ખોડિયાર, મહાત્મા મંદિર, પેથાપુર હાઈવે થઈ અલુવા ગામ બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી પ્રાંતિજ થઈ હિંતનગરથી ડુંગરપુર તરફ આગળ વધશે. બુલેટ ટ્રેનથી 4 કલાકમાં અમદાવાદથી દિલ્હીનું અંતર કપાશે.

સરકાર અને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશને અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન દોડાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ-મુંબઈ પહેલા અમદાવાદ-દિલ્હી ટ્રેન દોડાવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 886 કિમી લાંબા રૂટ પર ટ્રેન દોડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે જે હાઇસ્પીડ બુલેટ ટ્રેન નું ગડર આણંદ જિલ્લા બાદ નવસારી માં પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દેશના કપડાં મંત્રી અને રેલ રાજ્ય મંત્રી ના હસ્તે શરૂઆત કરવામાં આવી હતી.... અમદાવાદ થી મુંબઈ પવનવેગી બુલેટ ટ્રેન નું કામ પણ પવનવેગી રફતારે ચાલી રહ્યું છે 508 કિલોમીટર નું અંતર જે 8 થી 9 કલાક માં પૂરું થતું હતું એ હવે 1 કલાક 58 મિનિટે બુલેટ ટ્રેન અમદાવાદ થી મુંબઈ લઇ જશે જે પ્રોજેકટ માટે આજે 1000 ટન ગડર ફિટ કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જારદોષ ઉપસ્થિત રહ્યા હતા . સાથે આગામી ૨૬ જુલાઈ સુધી સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન કરવાની પણ ખાતરી આપી હતી