Pakistan five fighter jets shot down: ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 5 ફાઇટર જેટનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક બીજું મોટું વિમાન પણ નાશ પામ્યું હતું. તેમણે આનો શ્રેય વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 ને આપ્યો.                                                                                                                                                                                 

‘બિગ બર્ડ’ પણ પડી ગયું

જે મોટા વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું તેને “બિગ બર્ડ” એટલે કે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) તરીકે વર્ણવવામાં આવ્યું હતું, જે પાકિસ્તાનની દેખરેખ અને કમાન્ડ ક્ષમતાનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. એર ચીફ માર્શલે આ હવાઈ હુમલાઓ માટે રશિયન બનાવટની S-400 એર ડિફેન્સ સિસ્ટમને જવાબદાર ગણાવી હતી, જેણે પાકિસ્તાની વિમાનોને નિશાન બનાવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલો

બેંગલુરુમાં એર માર્શલ કટ્રે વાર્ષિક વ્યાખ્યાનમાં બોલતા, એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું કે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર હુમલા પહેલા અને પછીની સેટેલાઇટ તસવીર સ્પષ્ટપણે દર્શાવે છે કે, આસપાસની ઇમારતોને કોઈ ખાસ નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે, અમને સ્થાનિક મીડિયા દ્વારા માત્ર સેટેલાઇટ છબીઓ જ નહીં પરંતુ આતંકવાદી ઠેકાણાઓની અંદરની છબીઓ પણ મળી છે.

9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

ભારતે 7 મેના રોજ "ઓપરેશન સિંદૂર" કોડનેમ હેઠળ નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ કાર્યવાહી પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં થોડા અઠવાડિયા પહેલા 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.