જમ્મુ-કાશ્મીરમાં એક હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. આજે જમ્મુની તાવી નદીમાં પાણીની સપાટી અચાનક જ વધી ગઈ હતી. નદીમાં પાણીનું જળસ્તર અચાનક વધી જતાં 4 લોકો પુલ પર જ ફસાઈ ગયા હતા. આ ઘટના બનતાં જ ભારતીય એરફોર્સની મદદ લેવામા આવી હતી.

વાયુસેનાના હેલિકોપ્ટરે ચારે લોકોને બચાવી લીધા હતાં. બે લોકો પુલના એક પિલર પર જ ફસાઈ ગયા હતાં જ્યારે અન્ય બે લોકો પીલર પાસે જ પોતાનો જીવ બચાવવા માટે બેસી રહ્યો હતા. આ સમગ્ર ઘટનાની જાણકારી મળતાં જ મળતાં જ વાયુસેના ચારેય લોકોનું રેસ્ક્યૂ કરવા પહોંચી ગઈ હતી. જોકે આ દરમિયાન એક દુર્ઘટના ઘટી હતી.


વાયુસેનાના જવાનોએ દિલધડક ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ અભિયાન દરમિયાન હેલિકોપ્ટરમાંથી જવાન રસ્સી દ્વારા નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન રસ્સી તુટી ગઈ હતી અને જવાન પાણીમાં તણાયો હતો જોકે સદનસીબે તે પીલર પકડીને બેસી ગયો હતો. જોકે જવાનનું પણ રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો હતો.


પાળી પર બેસી રહેલા બન્ને લોકોને બચાવવા માટે સેનાએ હેલિકોપ્ટર દ્વારા એક જવાનને નીચે ઉતાર્યો હતો અને ફસાયેલા બંને લોકોને દોરડાં વડે બાંધીને હેલિકોપ્ટરથી બચાવી લેવાયા હતાં. આ આખા ઓપરેશનમાં સેનાના જવાનોએ ગજબનું સાહસ દેખાડ્યું હતું.


બે લોકોને બચાવવા માટે જવાન નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન રસ્સી તુટી ગઈ હતી અને જ્યારે સેનાનો જવાન પીલર પર બેસી રહ્યો હતો. ત્યાર બાદ હેલિકોપ્ટર દ્વારા તેને પણ બચાવી લેવામાં આવ્યો હતો.