નવી દિલ્હી: ફ્રાન્સ દ્વારા ભારતીય વાયુસેનાને પ્રથમ રફેલ ફાઈટર જેટ સોંપવામાં આવ્યું છે. વાયુસેનાના ઉપ પ્રમુખ એર માર્શલ વીઆર ચૌધરી લગભગ એક કલાક સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે ફ્રાન્સે રફેલ વિમાન ભારતને સોંપ્યું હતું. આ રાફેલ વિમાનનો ટેલ નંબર RB-01 છે. જેમાં ભારતીય વાયુસેનાના આગામી ચીફ એર માર્શલ રાકેશ કુમારસિંહ ભદૌરિયાનું નામ દર્શાવી રહ્યું છે.


ભદૌરિયા રાફેલ ફાઇટર જેટ ઉડાવી ચૂક્યા છે. ભદૌરિયા રાફેલ ફાઇટર જેટ ઉડાડનારા ભારતીય વાયુસેનાના પ્રથમ પાયલટ છે. એર માર્શલ ભાદોરિયા 26 પ્રકારના લડાકુ અને પરિવહન વિમાન ઉડાનમાં નિપુણ છે. તેની પાસે 4250 કલાક ફાઇટર એરક્રાફ્ટ અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઉડવાનો અનુભવ છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM), અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM), એર સર્વિસ મેડલ (AVSM) અને એડીસી પણ એનાયત કરવામાં આવ્યા છે.


ભદૌરિયાને ગુરુવારે ભારતીય વાયુસેનાના નવા ચીફ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. ધનોઆ 30 સપ્ટેમ્બરના રોજ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે.