નવી દિલ્હીઃ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જે એર સ્ટ્રાઇક થઇ હતી તેનું નામ ‘ઓપરેશન બંદર’ રાખવામાં આવ્યુ હતું. સૂત્રોના મતે ભારતીય એરફોર્સે ઓપરેશનનું નામ ‘ઓપરેશન બંદર’ રાખ્યું હતું. ‘ઓપરેશન બંદર’માં એવી કાર્યવાહી કરવાની હતી જેવી રીતે હનુમાનજીએ લંકા સળગાવી હતી. નોંધનીય છે કે એર સ્ટ્રાઇકમાં જૈશ-એ-મોહમ્મદના 200થી વધુ આતંકીઓ માર્યા ગયાના સમાચાર હતા.


નોંધનીય છે કે પુલવામાનો હુમલાનો બદલો લેવા માટે એરફોર્સની સાથે સાથે નૌસેનાએ તૈયારીઓ કરી લીધી હતી. સૂત્રોના મતે નૌસેનાએ ‘ટ્રોપેક્સ’ નામથી તૈયારી કરી હતી. આ એક્સરસાઇઝ અરબ સાગરમાં અગાઉથી ચાલી રહી હતી. એટલા માટે આ નામથી ભારતીય નૌસેનાએ યુદ્ધજહાજો અને સબમરીનને પાકિસ્તાન તરફ આગળ વધ્યા હતા.

ઇન્ડિયન એરફોર્સે કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાના 12 દિવસ બાદ એરસ્ટ્રાઇક કરી હતી. પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.