નવી દિલ્હીઃ લગભગ 11 હજાર કિલો સુધીના હથિયારો અને સૈનિકોને સરળતાથી લઇ જવામાં સક્ષમ અને સાથે ઉંચાઇઓ પર ઉડાણ ભરનારા અત્યાધુનિક ચિનૂક હેલિકોપ્ટર આજે ભારતીય એરફોર્સને મળી જશે. આ હેલિકોપ્ટરને પાકિસ્તાની સરહદ પર એરફોર્સને વધુ શક્તિશાળી બનાવવામાં મદદ કરશે.
ચંડિગઢમાં એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ચિનૂક હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સને સોંપશે. મલ્ટી મિશન હેલિકોપ્ટરને બોઇંગ કંપનીને બનાવ્યા છે. હિમાલય ક્ષેત્રમાં આ હેલિકોપ્ટર ખૂબ કારગર સાબિત થઇ શકે છે. આ હેલિકોપ્ટર નાના હેલિપેડ અને ઘાટીમાં લેન્ડ થઇ શકે છે. આ હેલિકોપ્ટરને દુનિયાના 19 દેશો દ્ધારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતે આ પ્રકારના 15 હેલિકોપ્ટર ખરીદવાની ડિલ કરી છે. ચિનૂક હેલિકોપ્ટરને અમેરિકન એરફોર્સ 1962થી ઉપયોગ કરી રહી છે. કંપનીએ અત્યાર સુધીમાં કુલ 1179 ચિનૂક હેલિકોપ્ટર બનાવ્યા છે. ખરાબ વાતાવરણમાં પણ આ હેલિકોપ્ટર ઉડાણ ભરી શકે છે. હેલિકોપ્ટરની મહતમ સ્પીડ 315 કિલોમીટર પ્રતિ કલાકની છે.