YouTube Channels Blocked: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત દુષ્પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આ યુટ્યુબ ચેનલોમાં 7 ભારતીય અને 1 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે. તેમને આઈટી નિયમો, 2021 હેઠળ બ્લોક કરવામાં આવ્યા છે. બ્લોક યુટ્યુબ ચેનલ્સને 114 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે અને આ ચેનલોના 85 લાખ 73 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે.


આ ચેનલોને બ્લોક કરવાનું કારણ એ આપવામાં આવ્યું હતું કે તેઓ ભારતમાં દહેશત ફેલાવવા, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા અને સાંપ્રદાયિક નફરતને ઉશ્કેરવા માટે કન્ટેન્ટ આપી રહ્યા હતા. ઉપરાંત, આ ચેનલોમાં ચલાવવામાં આવતા સમાચારો વણચકાસાયેલ હતા.






પહેલે પણ કાર્યવાહી કરવામાં આવી છે


આ પહેલા 25 એપ્રિલ 2022ના રોજ મોદી સરકારે 16 યુટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી હતી. તે ચેનલોમાં 10 ભારતીય અને 6 પાકિસ્તાન આધારિત ચેનલો હતી. આ ચેનલોને IT નિયમો 2021 હેઠળ બ્લોક કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ


Monkeypox: શું મંકીપોક્સની રસી 100 ટકા અસરકારક નથી? WHO એ આ બીમારીને લઈને કર્યો આ મોટો ખુલાસો


Coronavirus Case: કોરોનાનો કહેર અટક્યો નથી, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12608 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 5.27 લાખ પર પહોંચ્યો