50 વર્ષ પહેલા લોન્ચ થઈ હતી બીસીજી રસી
તમને જણાવીએ કે, 60 વર્ષથી વધારે ઉંમર અથવા કોમોરોબિડીટીઝ જેવી ગંભીર બીમારીઓથી પીડિત વૃદ્ધોમાં કોરોના વાયરસ ઘાતક થવાનું જોખમ વધી જાય છે. જોકે બીસીજી રસી નવજાત બાળખને કેન્દ્ર સરકારના સાર્વભૌમિક પ્રતિરક્ષણ કાર્યક્રમ (યૂઆઈપી) અંતર્ગત આપવામાં આવે છે. તેને 50 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. આઈસીએમઆરે જાણકારી આપી કે રીસર્ચ દરમિયાન, સંસ્થાના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, બીસીજી રસી મેમોરી સેલ્સ, પ્રતિક્રિયાઓથી પ્રેરિત કરે છે અને વૃદ્ધોમાં કુલ એ્ટીબોડી બનાવે છે.
હાલમાં અનેક ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે
જ્યારે રીસર્ચમાં અત્યાર સુધી (જુલાઈ-સપ્ટેમ્બર) 86 લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાંથી 54 લોકોને રસી આપવામાં આવી છે અને 32ને નથી આપવામાં આવી. સાથે જ આ રસીના એક મહિના બાદ પણ જેને રસી આપવામાં આવી છે તેમનું આકલન કરવામાં આવ્યું. રિપોર્ટ્સમાં જાણવા મળ્યું કે, બીસીજી રસી ગ્રુપની ઉંમર 65 વર્ષ હતી અને જેને રસી નથી આપવામાં આવી તે ગ્રુપમાં 63 વર્ષ સુધીના લોકો હતા. બીસીજી રસીના પરિણામને જાણવા માટે અનેક ક્લિનિકલ ટ્રાયલ હાલમાં ચાલી રહ્યું છે. આ પહેલા કરવામાં આવેલ રીસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ડોનેશિયા, જાપાન અને યૂરોપમાં બીસીજ રસીને શ્વાસ સંબંધી બીમારીઓથી વૃદ્ધોની સુરક્ષા કરી છે.