નવી દિલ્હી: ભારતમાં કોરોનાના ખતરાને જોતા 21 લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેની વચ્ચે મેડિકલ રિસર્ચ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા આઈસીએમઆરના એક અભ્યાસ અનુસાર જો દેશમાં લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો 15 એપ્રિલ સુધી દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 8 લાખ 20 હજાર થઈ ગઈ હોત.


લોકડાઉનના કારણે હાલમા સંક્રમતિ કેસોની સંખ્યા 6 હજરાથી ઓછી છે જ્યારે કુલ કેસોમાં 80 ટકાથી વધુ માત્ર 78 જિલ્લા સુધી જ સીમિત છે. વાસ્તવમાં આ ચોંકાવનારા આંકડા વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) વિકાસ સ્વરૂપે વિદેશી પત્રકારો સાથે જાહેર કર્યા છે. સ્વરૂપ અનુસાર જો લોકડાઉન ન કર્યું હતો તો ભારતની હાલત આજે ઈટાલી જેવી બની ગઈ હોત.



ICMRનું અનુમાન R0-2.5ના સિદ્ધાંત પર આધારિત છે. આ સિદ્ધાંત અનુસાર જો લોકડાઉન ન કરવામાં આવ્યું હોત તો સંક્રમિત એક વ્યક્તિ 406 લોકોને સંક્રમિત કરી શકે છે. જ્યારે લોકાડાઉનના કારણે તેની ક્ષમતા માત્ર 2.5 લોકોને સંક્રમિત કરવા સુધી મર્યાદિત થઈ થઈ જાય છે.

વિકાસ સ્વરૂપે જણાવ્યું કે ભારતમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ આ વર્ષે 30 જાન્યુઆરીએ આવ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારે 17 જાન્યુઆરીના રોજ મહામારી વિરુદ્ધ એરપોર્ટ પર દેખરેખ અને ચેકિંગ જેવા સાવચેતીના પગલા ઉઠાવ્યા હતા. ભારતમાં આવનાર લોકોને સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું જ્યારે ઈટાલીએ 25 દિવસ બાદ અને સ્પેનમાં 39 દિવસ બાદ શરૂ કરવામાં આવ્યું હતું.