Ideas of India Summit 2023: એબીપી નેટવર્કના 'આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટ'માં પ્રસિદ્ધ કવિ અને લેખક જાવેદ અખ્તરે  ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે તેમની તાજેતરની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે હું હાલમાં જ એક ફેસ્ટિવલ માટે  પાકિસ્તાન ગયો હતો. ત્યાં મારું સારું સ્વાગત થયું.


તાજેતરમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલા પ્રખ્યાત ગીતકાર, કવિ જાવેદ અખ્તરે એબીપીના મંચ પર આ ઘટના શેર કરી હતી. તેમણે કહ્યું કે એક પાકિસ્તાની મહિલાએ કહ્યું કે અમે તમને લોકો પ્રેમ કરીએ છીએ, પરંતુ તમે અમને આતંકવાદી માનો છો. પછી તેને ખૂબ જ નમ્ર સ્વરમાં કહ્યું કે તું તારો પ્રશ્ન થોડો સુધારી લે. આપણા દેશમાં મહેંદી હસન આવ્યા, નુસરત ફતેહ અલી ખાન આવ્યા, ફૈઝ આવ્યા. અમે સંપૂર્ણ સન્માન આપ્યું. અમારા તરફથી એવું નથી.


પ્રખ્યાત ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે તેમના તાજેતરના પાકિસ્તાન પ્રવાસના અનુભવો એબીપીના પ્લેટફોર્મ પર શેર કર્યા હતા.  તેણે કહ્યું કે 2018 પછી તે ત્યાં ગયા હતા અને ફૈઝ ફેસ્ટિવલમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


તેમણે કહ્યું કે ત્યાં એક મહિલાએ મને પૂછ્યું કે અમે તમને સારી રીતે મળીએ છીએ, તમને સારી રીતે સમજીએ છીએ, પરંતુ તમારે ત્યાં દરેક પાકિસ્તાનીને આતંકવાદી માનવામાં આવે છે. મેં તેમને કહ્યું કે તમારો રેકોર્ડ સુધારો , તમારા ઘણા લોકો અમારા દેશમાં આવ્યા છે જેમને ઘણું સન્માન આપવામાં આવ્યું છે.


જાવેદ અખ્તરે જણાવ્યું કે મેં તેમને કહ્યું કે અમારી તરફથી એવું નથી, પરંતુ લતા મંગેશકરનો કાર્યક્રમ તમારે ત્યાં ક્યારેય નથી થયો. અમે તમને બધાને આતંકવાદી નથી માનતા, પણ હું મુંબઈનો રહેવાસી છું, અમારા શહેરમાં શું થયું તે તમે જાણો છો, અને એ લોકો નોર્વે અને ઈજિપ્તથી નહોતા આવ્યા. જો અમને તમારાથી ફરિયાદ હોય તો તેનુ ખોટુ ન લગાડશો. 


જાવેદ અખ્તરે કહ્યું કે જો કોઈ પુસ્તક લખવામાં આવે કે મનુષ્યથી કઈ કઈ ભૂલો થઈ છે, તો તેમાં પાકિસ્તાનનું નિર્માણ પણ આવશે. તેનો કોઈ તર્ક ન હતો.  



'ગુલમોહર' એ એક અલગ પ્રકારની કૌટુંબિક ફિલ્મ છે- મનોજ બાજપેયી



અભિનેતા મનોજ બાજપાયીએ કહ્યું કે ગુલમોહર મારી નવી ફિલ્મ છે, પરંતુ તે અન્ય કૌટુંબિક ફિલ્મોથી અલગ છે. તે બંગલાની આસપાસ ફરે છે. તે બતાવે છે કે જ્યારે બંગલો તૂટી જાય છે, ત્યારે તેમા રહેતા લોકો પર શું અસર થાય છે. શર્મિલા ટાગોર જી પણ તેમાં છે. મનોજ બાજપેયીએ વધુમાં કહ્યું, કે મારી સફળતા અને અન્યની સફળતા વચ્ચે ઘણો તફાવત છે. તે સમજવું પડશે.