Ideas Of India Summit 2025: એબીપી ન્યૂઝના આઈડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ સાથે ચોથી આવૃત્તિની શરૂઆત  થઈ છે. આ સમિટમાં  મનોરંજન ઉદ્યોગના બે મોટા દિગ્ગજ કલાકારો આવ્યા છે. જેમાંથી એક તબલા મેસ્ટ્રો ઝાકીર હુસૈનના નાના ભાઈ ઉસ્તાદ તૌફિક કુરેશી છે અને બીજા તબલા પ્લેયર બિક્રમ ઘોષ છે. વિક્રમ ઘોષ અને ઉસ્તાદ તૌકીર કુરેશીએ 'વાહ ઉસ્તાદ' માં શાસ્ત્રીય સંગીત વિશે વાત કરી.



તૌફીક કુરેશીએ બાળપણનો કિસ્સો સંભળાવ્યો


તૌફીક કુરેશીએ કહ્યું કે 70 ના દાયકામાં મારા પિતાએ વગાડવાનું ઓછુ અને શિખવાનું શરૂ કર્યું. તે મુસાફરી ઓછી કરતા હતા શીખડવાતા વધારે હતા. તેમણે પોતાની શાળા ખોલી હતી. એક સજ્જન શાળામાં  આવ્યા અને તેમણે કહ્યું કે મારું બાળક ખૂબ સારુ વગાડે  છે. તે બાળકે વગાડ્યું, તેનો હાથ સારો હતો.હું પણ બેઠો હતો, ત્યારે પિતાએ કહ્યું, આનું નામ લખો. ત્યારબાદ તેમનો આગળનો પ્રશ્ન હતો- ખાન સાહેબ, મારું બાળક ઝાકીર જેમ કેટલા વર્ષોમાં વગાડવાનું શરૂ કરશે. મારા અબ્બાજીએ મારી તરફ જોયું અને કહ્યું, જુઓ આ છે તેનાથી મોટો એક છે. મને ખબર નથી કે તે તેની જેમ જ કયારે વગાડશે તો પછી હું તમારા બાળક વિશે કેવી રીતે કહી શકું.


Ideas Of India Summit 2025: 9 साल की उम्र में बिक्रम घोष ने किया था पहला कॉन्सर्ट, उस्ताद तौफीक कुरैशी ने सुनाया बचपन का किस्सा


9 વર્ષની ઉંમરે બિક્રમ ઘોષે પ્રથમ કોન્સર્ટ કર્યો હતો


તબલા પ્લેયર બિક્રમ ઘોષે તેમના બાળપણના ઘણા કિસ્સા સંભળાવ્યા હતા. તેમણે કહ્યું કે 9 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ કોન્સર્ટ કર્યો હતો. તેમણે કહ્યું- હું 9 વર્ષની ઉંમરે મે વગાડ્યું. તે કોન્સર્ટમાં 100-150 લોકો હતા. દરેક વ્યક્તિએ સાંભળીને કહ્યું શું વગાડે છે. પિતાજીને પણ કહ્યું તમારું બાળક ખૂબ સારુ વગાડે છે. અમે ઘરે આવ્યા અને પિતાજીએ  મને કહ્યું કે-હવે  10 વર્ષ સુધી વગાડવાનું નથી કારણ કે તેમને લાગ્યું કે તેનાથી લગાવ થઈ જશે.  આ જે પ્રશંસા છે તેનાથી લગાવ થઈ જશે તો રિયાઝ નહીં કરે. તે પછી મે ક્યાંરેય વગાડ્યું નહીં. ત્યારબાદ સીધા 19 વર્ષની ઉંમરે વગાડ્યું હતું. 


દર વર્ષની જેમ આ વર્ષે પણ એબીપી નેટવર્ક દ્વારા આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં, વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોને ABP પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે.



આ વર્ષના સમિટનો વિષય Humanity’s Next Frontier છે. આમાં, વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બૌદ્ધિકોને ABP ના પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવશે, જ્યાં વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકાની ચર્ચા કરવામાં આવશે. તે એક દૂરંદેશી રોડમેપની રૂપરેખા પણ આપશે, જેમાં મુખ્ય ક્ષેત્રોના વક્તાઓ અને નેતાઓ તેમના મંતવ્યો શેર કરશે.


Ideas of India Summit 2025: ભારતીય ગ્રાહકથી લઈને વર્ક લાઈફ બેલેન્સ સુધી... શાશ્વત ગોયનકાએ દરેક સવાલના આપ્યા જવાબ