coronavirus:કોરોનાના વધતાં જતાં કેસની વચ્ચે હાઇ રિકવરી રેટે લોકોને રાહત આપી છે. જો કે કેટલાક કેસમાં રિકવરી બાદ કેટલાક લક્ષણો દર્દીમાં જોવા મળે છે. જે ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે.
એક રિપોર્ટ મુજબ કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં એક સપ્તાહ કે એક મહિના સુધી કેટલાક લક્ષણો મહેસૂસ થઇ શકે છે. જેમાં સતત ઉધરસ, નબળાઇ,માથામાં દુખાવો, બ્રેન ફ્રોગ જેવી સમસ્યા રહે છે.જો કે આ મુદ્દે તબીબોનો મત છે કે, કેટલાક દર્દીમાં લોન્ગ ટર્મ કોમ્પિલિકેશન બોડીના ખરાબ ફંકશનના કારણે થઇ શકે છે. તે આપણા મેટાબોલિક સિસ્ટમ, ન્યુરોલોજિકલ અને ઇન્ફ્લેમેટરી હેલ્થ પર ખરાબ અસર કરે છે.
ડાયાબિટીશના દર્દી માટે કોવિડ-19 ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. આ વાયરસ પૈંક્રિયાજ શરીરના મુખ્ય અંગોને નુકસાન પહોંચી શકે છે અને ઇન્સુલિન રેગ્યુલેશનને બાધિત કરે છે. આ કારણે ડાયાબિટીશના દર્દીએ નિયમિત રૂપે બ્લડ શુગર લેવલ ટેસ્ટની તપાસ કરતા રહેવું જોઇએ. બીજા કેટલાક લક્ષણો છે તેને ઇગ્નોર ન કરવા ન જોઇએ.
ડાયાબિટીસના દર્દીને કોવિડ બાદ વધુ ભૂખ કે તરસ લાગતી હોય. આંખની રોશની નબળી થઇ રહી હોય. જખમ રૂઝાવવામાં સમય લાગતો હોય. થકાવટ મહેસૂસ થતી હોય. તો તને ઇગ્નોર ન કરો.
જો કોવિડ બાદ છાતીમાં બળતરા, છાતીમાં ભીંસ આવવી, બેચેની અનુભવવી, ખૂબ પરસેવો થવો આમાંથી કોઇ પણ લક્ષણો દેખાય તો તે હાર્ટ અટેકના સાંકેતિક લક્ષણો હોઇ શકે, આવા કિસ્સામાં સમય બરબાદ કર્યાં વિના તરત ડોક્ટરનો સંપર્ક કરવો હિતાવહ છે.
કોવિડથી રિકવર થયા બાદ કિડની સાથે જોડાયેલી સમસ્યા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો કોવિડ બાદ આપના પગના પંજામાં સોજો આવી જતો હોય તો તે ચિંતાજનક છે. અચાનક વજન વધી જવું, ખરાબ ડાઇજેશન અથવા ભૂખ ન લાગવી, કિડની સંબંધિત બીમારીના સંકેત આપે છે.