coronavirus: કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી લાગી રહ્યું છે અને દર્દી બહુ ઝપથી સંક્રમણ ફેલાતા ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. પરિણામ સ્વરૂપ મોટાભાગના દર્દીને ઓક્સિજન બેડની જરૂર પડી રહી છે. તો જો આપ કોરોના પોઝિટિવ હો અને પાંચ દિવસમાં જો આ લક્ષણો દેખાય તો સાવધાન થવું જરૂરી છે.
કોરોનાની મહામારીએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હોસ્પિટલમાં બેડ નથી. ઓક્સિજન માટે પણ લાઇન છે તો રેમડેસિવિર ઇંજેકશન સહિતની દવાઓનો જથ્થો પણ ખૂટી રહ્યો છે.આ સ્થિતિમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સભાન રહેવું વધું હિતાવહ છે. કોરોનાની બીજી લહેરમાં વાયરસનું બદલાયેલું સ્વરૂપ વધુ ઘાતક નિવડી રહ્યું છે. નવો વાયરસ બહુ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. જો ધ્યાન આપવામાં ન આવે તો વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે. કોરોનાનો નવો વાયરસ ફેફસામાં ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાથી ઓક્સિજન બેડની ડિમાન્ડ વધી ગઇ છે તેમજ આ કારણે જ ડેથ રેડ પણ વધી રહ્યો છે.
કોરોનાનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યાં બાદ 5 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. આ પાંચથી સાત દિવસ જો નિયમિત દવા અને અન્ય આયુર્વૈદિક ઉકાળા સહિતની ટિપ્સને અનુસરવામાં આવે તો સંક્રમણને ગંભીર સ્થિતિએ જતું અટકાવી શકાય છે. જો કે આ 5 દિવસની અંદર આ પ્રકારના લક્ષણો દેખાય તો વધુ સચેત શરૂઆતના સમયમાં જ થઇ જવું જોઇએ..જો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાંના 5 દિવસ બાદ આ લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું.
કોરોનાના ગંભીર લક્ષણોના સંકેત
- જો ઓક્સિજન લેવલ 90થી 95 વચ્ચે હોવું
- સતત ઉધરસ આવવી
- છાતીમાં કફનો ભરાવો થઇ જવો
- હાર્ટ બીટ વધી જવા
- બેચેનીનો અનુભવ થવો
જો આ પ્રકારના લક્ષણો હોય તો સીટી સ્કેન કરો અને ડોક્ટરની સલાહ લો. આ સિવિયર કોરોનાના સાંકેતિક લક્ષણો છે. જેને અવોઇડ ન કરવા જોઇએ.