આજકાલ ઘણા લોકોના મોબાઇલ ફોન પર એક એસએમએસ આવી રહ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે સરકારી યોજના હેઠળ તમારા ખાતા નંબરમાં 267000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જો તમને આવો મેસેજ આવે છે, તો તેને ખોલતા પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. આ મેસેજ એકદમ નકલી છે અને મોદી સરકારે આવી કોઈ સ્કીમ શરૂ કરી નથી.


PIB ફેક્ટ ચેકે કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. તમને જણાવી દઈએ કે PIB ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમોની પહેલ અને સિદ્ધિઓ વિશે અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવા માટેની અગ્રણી એજન્સી છે. PIB એ કંઈક આવું જ ટ્વીટ કર્યું છે, લોકોને આ દાવા અંગે ચેતવણી આપી છે ...






નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.