કોરોના સંકટ શરૂ થયા બાદ એકસ્પર્ટ શરૂ સતત ઇમ્યૂનિટીને મહત્વ આપી રહ્યાં છે. જો કે એક દિવસમાં ઇમ્યૂનિટીની નથી વધારી શકાતી. જો કે કેટલીક વસ્તુઓ છે, જેનાથી તેને વધુ મજબૂત કરી શકાય છે.
કોરોનાની મહામારીમાં હાલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી સૌથી મહત્વનું કામ બની ગયું છે.ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે આહાર અને જીવનશૈલીની મહત્વની ભૂમિકા છે. આદુ, લસણનું સેવન શરીરની ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવે છે.
આદુ
આદુમાં જિંજરોલની સાથે એનાલ્જેસિક, શામક, એન્ટીપીયરેટિક અને એન્ટીબાયોટિકની સાથે એન્ટીબાયોટિક ગુણ હોય છે. આદુમાં પ્રતિરક્ષા વધારવાની ક્ષમતા હોય છે. આ સાથે આદુ પાચનને સરળ બનાવે છે અને ભૂખ લગાડે છે. આદુ સાંધાના દુખાવામાં પણ ગુણકારી છે. શરદી, ફલૂ સામે લડવામાં પણ મદદગાર છે.
લસણ
લસણ પણ પોષક તત્વથી ભરપૂર છે. લસણમાં સલ્ફર ઉચ્ચ માત્રમાં હોય છે. લસણ એન્ટીબાયોટિક ગુણોથી ભરરપૂર છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. લસણ કફનાશક છે. કાચી લસણની કળીનું સેવન કફનો નાશ કરે છે.
હળદર
હળદર પોષક તત્વથી ભરપૂર છે. હળદરમાં કરક્યૂમિન નામનો સક્રિય યૌગિક હોય છે. હળદરમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ હોય છે. જે જખ્મને રૂઝાવવામાં મદદગાર સાબિત થાય છે. હળદરનું સેવન પણ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. હળદરને ડાયટમાં સામેલ કરવાથી ફ્લૂ, શરદીથી રક્ષણ મળે છે. હળદર પાચન, ડિટોક્સ અને લિવર માટે પણ હિતકારી છે.
હળદર, લસણ અને આદુની ચા બનાવવાની રીત
સામગ્રી
- 2 લસણની કળી
- 2 ઇંચનો આદુનો ટૂકળો
- 1 ચમચી હળદરનો પાવડર
- 1 ચમચી લીંબુનો રસ
ચા બનાવવાની રીત
- સૌ પ્રથમ હળદર, લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરો
- એક કપ પાણી ઉકાળી અને તેમાં પેસ્ટ ઉમેરો
- અડધો કપ પાણી રહે ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરો