નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દરરોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે દેશના 180 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 7 દિવસમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.  


કોરોના મહામારીની સ્થિતિને લઈ મંત્રીઓ સાથેની 25મી બેઠકમાં ઓનલાઈન સંબોધન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, કોવિડ19ના દર્દીઓમાંથી 1.34 ટકા આઈસીયૂમાં દાખળ છે. 0.39 ટકા વેન્ટિલેટર પર છે.  જ્યારે 3.70 ટકા દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. 


 આરોગ્યમંત્રીએ કહ્યું કે,  180 જિલ્લાઓમાં છેલ્લા સાત દિવસોમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી. એ જ રીતે, છેલ્લા 14 દિવસમાં 18 જિલ્લામાં, 21 દિવસમાં 54 જિલ્લાઓ અને છેલ્લા 28 દિવસમાં 32 જિલ્લાઓમાં સંક્રમણના કોઈ નવા કેસ નોંધાયા નથી. તેમણે કહ્યું કે, કોવિડ -19 ના 4,88,861 દર્દીઓ દેશભરના આઈસીયુમાં દાખલ છે જ્યારે 1,70,841 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 9,02,291 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.



ડૉ. હર્ષવર્ધનને માહિતી આપા કહ્યું કે, શુક્રવારે આપવામાં આવેલા 23 લાખથી વધુ ડોઝ સહિત શનિવાર સુધીમાં દેશભરમાં કોવિડ -19 રસીના 16.73 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "રસીના કુલ 17,49,57,770 ડોઝ રાજ્યોને આપવામાં આવ્યા છે, જેમાંથી 16,65,49,583 નો ઉપયોગ થઈ ચૂક્યો છે જ્યારે 84,08,187 ડોઝ હજી પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે." કુલ, 53,25,000 ડોઝ પૂરા પાડવામાં આવશે અને આ ટૂંક સમયમાં રાજ્યોને પહોંચાડવામાં આવશે.


ભારતમાં થઈ રહેલી ટેસ્ટનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, દેશમાં નમૂનાઓનું પરીક્ષણ કરવાની ક્ષમતા દરરોજ 25,00,000 સુધી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કુલ 30,60,18,044 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવેલી 18,08,344 ટેસ્ટનો સમાવેશ થાય છે.


 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  બે કરોડ 18 લાખ 92 હજાર 676


કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960


કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446


કુલ મોત - 2 લાખ 38 હજાર 270