નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કેસ સતત વધી રહ્યો છે, અને હવે તે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન સુધી પહોંચી ગયો છે. IMAએ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, હવે ભારતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ એકદમ બેકાબુ બની ગઇ છે. રોજ નવા નવા રેકોર્ડ કેસો સામે આવી રહ્યાં છે.

દેશમાં કોરોના વકર્યો છે જેને લઇને ડૉક્ટરોની સૌથી મોટી સંસ્થા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)એ ચેતાવણી આપી છે કે કોરોના કૉમ્યુનિટી સ્પ્રેડ થઇ રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં કોરોના કેસોમાં સૌથી વધુ એટલે ત્રીજા નંબરે પર આપણો દેશ આવી ગયો છે.

આઇએમએ (હૉસ્પીટલ વૉર્ડ ઓફ ઇન્ડિયા)ના અધ્યક્ષ ડૉ. વીકે મોંગાએ કહ્યું કે કોરોના અત્યારે ખતરનાક સ્પીડથી વધી રહ્યો છે. દરરોજ કેસોની સંખ્યા લગભગ 30000થી વધુ આવી રહી છે. આ દેશમાં માટે ખરેખરમાં ખરાબ સ્થિતિ છે.



ડૉ. મોંગાએ કહ્યું કે હવે કોરોના શહેરોથી લઇને ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાયો છે, આ દેશ માટે ખરાબ સંકેત છે. હવે દેશમાં કોરોનાનુ કૉમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઇ ચૂક્યુ છે. ડૉ.મોંગાએ કહ્યું કે, સરકાર માટે ગામડામાં કોરોના વાયરસ પર નિયંત્રણ લગાવુ કઠીણ બનશે. તેમને કહ્યું દિલ્હીમાં અમે તેને રોકવામાં સક્ષમ રહ્યાં પણ મહારાષ્ટ્ર, કેરાલા, ગોવા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના અંદરના વિસ્તારોનુ શુ થશે.



સ્ટડી પ્રમાણે, ભારતમાં કોરોનાનો પ્રસાર, ફેલાવો તાપમાન અને સાપેક્ષિક આર્દ્રતા પર નિર્ભર છે. એપ્રિલ અને જૂનની વચ્ચે 28 રાજ્યોમાં કોરોના વાયરસનો પ્રકોપ અને સંક્રમણના કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે તાપમાન એક ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિના કારણે કેસોમાં 0.99 ટકાની કમી આવી છે, અને કેસોને બેગણા થવાનો સમય 1.13 દિવસ સુધી વધી જાય છે.