પાયલટ સમર્થક ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલ નોટીસને પડકારી
સચિન પાયલટ ગ્રુપના ધારાસભ્યો તરફથી મુકુલ રોહતગી અને હરિશ સાલ્વે હાજર થયા હતા. જ્યારે વિધાનસભા અધ્યક્ષ તરફથી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. સચિન પાયલટ અને 18 અન્ય બાગી કોંગ્રેસ ધારાસભ્યોએ તેમન વિધાનસભામાં અયોગ્ય ગણાવવાની કોંગ્રેસની માગ પર વિધાનસભા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલ નોટિસને પડકારી છે.
ગેહલોત ગ્રુપે વિધાનસભા અધ્યને ફરિયાદ કરી હતી કે બાગી ધારાસભ્યોએ કોંગ્રેસ વિધાયક દળની સોમવાર અને મંગળવારની થયેલ બેઠકમાં ભાગ લેવા માટે જારી કરવામાં આવેલ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે. જોકે પાયલટ ગ્રુપની દલીલ હતી કે પાર્ટીનું વ્હિપ ત્યારે જ લાગુ પડે જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોય.
વિધાનસભા અધ્યક્ષને મોકલવામાં આવેલ ફરિયાદમાં કોંગ્રેસે પાયલ અને અન્ય બાગી ધારાસભ્યો વિરૂદ્ધ બંધારણની દસમી અનુસૂચિના પેરેગ્રાફ 2(1)(એ)અંતર્ગત કાર્રવાઈ કરવાની માગ કરી છે. આ જોગવાઈ અંતર્ગત જો કોઈ ધારાસભ્ય પોતાની મર્જીથી એ પાર્ટીનું સભ્યપદ છોડે છે જેનાં તે પ્રતિનિધિ બનીને વિધાનસભા પહોંચ્યા છે તો તે વિધાનસભાના સભ્ય માટે અયોગ્ય ઠરે છે.