જુલાઈ ઓગસ્ટમાં થનારી કાવડ યાત્રાને રોકવાની માગ જોર પકડી રહી છે. ત્યારે ઉત્તરાખંડની ઈન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને આ કાવડ યાત્રા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આઈએમએએ આ કાવડ યાત્રાને રદ કરવાની માગ કરી છે. જેને લઈને આઈએમએના રાજ્ય સચિવ ડોક્ટર અજય ખન્નાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


આપને જણાવી દઈએ કે લગભગ એક પખવાડિયા સુધી ચાલનારી કાવડ યાત્રા શ્રાવણ મહિનાની શરૂઆતથી લઈને લગભગ 15 દિવ સુધી ચાલે છે. જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્લી અને હિમાચલ પ્રદેશના લાખો કાવડિયો ગંગાનું પવિત્ર જળ લઈને હરિદ્વારમાં જમા થાય છે.