Corona third wave:કોરોનાની થર્ડ વેવને લઇને નિષ્ણાતે એક મહત્વપૂર્ણ  જાણકારી આપી  છે. એક્સ્પર્ટે જણાવ્યું કે, કોરોનાની થર્ડ વેવ 4 જુલાઇથી જ શરૂ થઇ ગઇ છે.કોરોનાના સંભવિત લહેરની વાતો વચ્ચે એક મહત્વની જાણકારી સામે આવી છે. ફેમસ નિષ્ણાત વૈજ્ઞાનિક વિપિત શ્રીવાસ્તવે કહ્યું કે, 4 જુલાઇથી જ કોરોનાની થર્ડ વેવ શરૂ થઇ ગઇ છે.  છેલ્લા 15 દિવસથી સંક્રમણના ડેટાના આઘારે તેમણે આ નિવેદન કર્યું છે. તેઓ છેલ્લા 15 દિવસના ડેટાનું વિષ્લેષણ કરી રહ્યાં છે.


હૈદરાબાદ યુનિવર્સિટીના પ્રો-વાઇસ ચાન્સલેર રહી ચૂકેલા  ડોક્ટર વિપિન શ્રીવાસ્તવે કહ્યું કે, છેલ્લા 15 દિવસના સંક્રમણના કેસ અને મૃત્યુઆંક સૂચવે છે કે, કોરોનાની થર્ડ વેવ 4 જુલાઇથી આવી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે, સંક્રમણનો આ ટ્રેન્ડ઼ ફેબ્રુઆરી 2021ના પહેલા અઠવાડિયા જેવો જ છે. જે સમયે સેકેન્ડ વેવની શરૂઆત થઇ હતી ત્યારે આ પ્રકારના જ ડેટા જોવા મળ્યાં હતા. સેકેન્ડ વેવમાં એપ્રિલમાં તે પીક પણ પહોંચી હતી.


વૈજ્ઞાનિક ડોક્ટર શ્રીવાસ્તવે આ નિવેદન છેલ્લા 15 દિવસના ડેટાના આધારે રજૂ કર્યું છે. તેમણે સેકન્ડ વેવની શરૂઆતના 15દિવસના ડેટા અને 4 જુલાઇ પહેલાના 15 દિવસના ડેટાની તુલના કરીને આ નિવેદન આપ્યું છે કે, 4 જુલાઇથી થર્ડ વેવ દસ્તક દઇ ચૂકી છે. તેમણે છેલ્લા 24 કલામાં આવતા નવા કેસ અને મૃત્યઆંકનો ગુણોતર કર્યો છે. ઉલ્લેખનિય છે કે,નવા કેસની સંખ્યાની તુલનામાં સાજા થનારની સંખ્યા વધુ રહેવા પર આ ગુણોતર નેગેટિવ રહે છે. સ્થિત સુધરતી ત્યારે જ જણાય છે, જયારે 24 કલાકનો ડેથ રેટ ઓછો આવે.


બેદકારીનું આવશે ગંભીર પરિણામ


સરકાર સતત કોરોના સંક્રમણથી બચવા માટે સાવધાની રાખવા અને કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સૂચન કરી રહી છે. વૈજ્ઞાનિક શ્રીવાસ્તવે કહ્યું કે. થોડા સમય પહેલા જ પર્યટક સ્થળો, હિલ સ્ટેશનો પર પ્રવાસીની ભીડ જોવા મળી હતી.આ પ્રકારની ઘટના જ થર્ડ વેવને વધુ ગંભીર અને ચિતાજનક બનાવી શકે છે.