ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ઘણા રાજ્યોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. દિલ્હી-NCR હવામાન અપડેટ મુજબ આગામી 24 કલાકમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.નવી સિસ્ટમ એક્ટિવ થઈ હોવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 

Continues below advertisement

ઝારખંડમાં યલો એલર્ટ

IMD એ ઝારખંડ માટે એલર્ટ જાહેર કર્યું છે.  જેમાં આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને અલગ અલગ સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને વીજળી પડવાનું જોખમ પણ રહેશે.

Continues below advertisement

બિહારમાં ભારે વરસાદનું એલર્ટ 

બિહાર હવામાન અપડેટ મુજબ,  જમુઈ, મુંગેર, બાંકા, ભાગલપુર, ખગરિયા અને ઉત્તર બિહારના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ દરમિયાન, મધુબની, સુપૌલ, અરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં પણ ભારે વરસાદની આગાહી છે. પટણા, ભાબુઆ અને લખીસરાય સહિત અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વમાં વરસાદ

હવામાન વિભાગ મુજબ  19 સપ્ટેમ્બર સુધીમાં તમિલનાડુ અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા વાવાઝોડાની આગાહી કરી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પણ આવી જ હવામાન સ્થિતિ રહેશે. આગામી પાંચ દિવસ સુધી દરિયાકાંઠાના તેલંગાણા, આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અન્ય વિસ્તારોમાં શક્યતા

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, કર્ણાટક, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.

રાજસ્થાનમાં વરસાદ

રાજસ્થાનમાં ચોમાસાએ જોરદાર વાપસી કરી છે અને પૂર્વ રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. અહીં પાંચથી વધુ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજસ્થાનમાં ફરી એકવાર ભારે વરસાદ થવાની સંભાવના છે.  આજે પણ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.