IMD Heavy Rain Alert: આગામી સાત દિવસ સુધી દેશભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવવાના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 17 થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, પૂર્વ, પૂર્વોત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વરસાદની સાથે-સાથે તોફાની પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ પૂરેપૂરી શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Continues below advertisement

ઉત્તર અને પહાડી રાજ્યોમાં વરસાદનો માહોલ

ઉત્તર-પશ્ચિમ ભારતની વાત કરીએ તો, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં 17 થી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ પડશે. ખાસ કરીને હિમાચલમાં 17 અને 19 થી 21 ઓગસ્ટ વચ્ચે, જ્યારે ઉત્તરાખંડમાં 18 થી 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાનું એલર્ટ છે. આ ઉપરાંત, પંજાબમાં 18 ઓગસ્ટે અને હરિયાણા, ચંદીગઢ તેમજ દિલ્હીમાં 18, 21 અને 22 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ રહેશે. ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગોમાં 17, 21 અને 22 ઓગસ્ટે તેમજ પૂર્વ યુપીમાં 17 થી 23 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.

Continues below advertisement

મધ્ય ભારતમાં કેવું રહેશે હવામાન?

મધ્ય ભારત તરફ નજર કરીએ તો, પશ્ચિમ અને પૂર્વ મધ્ય પ્રદેશના વિસ્તારોમાં 17 થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં 17, 18 અને 21 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની શક્યતા છે. પાડોશી રાજ્ય છત્તીસગઢમાં 17 થી 19 અને 22-23 ઓગસ્ટના રોજ સારો વરસાદ પડશે, જ્યારે વચ્ચે 20 અને 21 તારીખે અમુક સ્થળોએ છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

પૂર્વ અને પૂર્વોત્તર રાજ્યોમાં મેઘમહેર

પૂર્વ ભારતમાં આંદામાન-નિકોબાર ટાપુઓ, ગંગાના પટ્ટાવાળા પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 17 થી 23 ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદની સંભાવના છે. ઝારખંડ અને બિહારમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન, જ્યારે ઓડિશામાં 17 થી 20 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે. અરુણાચલ પ્રદેશમાં 17 થી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 17 થી 23 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ

છેલ્લે પશ્ચિમ ભારતની વાત કરીએ તો, કોંકણ અને ગોવામાં 17 થી 23 ઓગસ્ટ દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં 17 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 18 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ જ સમયગાળામાં (17 થી 23 ઓગસ્ટ) મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અલગ-અલગ સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું