Continues below advertisement

IMD Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે (28 નવેમ્બર, 2025) એક ચેતવણી જાહેર કરી હતી, જેમાં જણાવાયું હતું કે, ચક્રવાત દિત્વાહ શ્રીલંકાના દરિયાકાંઠા અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર એક્ટિવ છે. આ વાવાઝોડું છેલ્લા છ કલાકમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.

વાવાઝોડાનું કેન્દ્ર ત્રિંકોમાલીથી 50 કિમી દક્ષિણમાં, બટ્ટિકોઆથી 70 કિમી ઉત્તરપશ્ચિમમાં અને હંબનટોટાથી 220 કિમી ઉત્તરમાં સ્થિત હતું, જ્યારે તે પુડુચેરીથી 460 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈથી 560 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતું.

Continues below advertisement

હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક બંગાળની ખાડી સુધી પહોંચશે. IMD એ ઘણા રાજ્યો માટે વરસાદ અને પવનની ચેતવણી જાહેર કરી છે.

શુક્રવાર અને શનિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક સ્થળોએ 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે 30 નવેમ્બરના રોજ વરસાદ થોડો ઓછો થવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારથી વરસાદ શરૂ થવાની ધારણા છે. 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. 30 નવેમ્બરે ડિસેમ્બરના રોજ તેલંગાણામાં ભારે વરસાદની આગાહી છે.તોફાનને કારણે, વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે. . દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી, શ્રીલંકા અને દક્ષિણ આંધ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે.

 

IMD એ 1 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.