IMD On Summer Weather: ભારતીય  હવામાન વિભાગ (IMD)એ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં થઈ રહેલા કમોસમી વરસાદ વચ્ચે હવે આકરી ગરમીની ચેતવણી આપી છે. હવામાન વિભાગે એપ્રિલથી જૂન વચ્ચે દેશના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વીપકલ્પના ક્ષેત્રને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.



હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. જોકે હવામાન વિભાગે એપ્રિલ મહિનામાં પણ વરસાદની આગાહી કરી છે.

વિભાગનું કહેવું છે કે, એપ્રિલમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ઉત્તરપશ્ચિમ, મધ્ય અને દ્વીપકલ્પના મોટાભાગના ભાગોમાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે જ્યારે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.

આ રાજ્યોમાં પડશે આકરી ગરમી

તીવ્ર ગરમીની સંભાવના અંગે IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં વધુ ગરમી પડવાની સંભાવના છે. IMDએ જણાવ્યું હતું કે, 2023માં ઉનાળાની ઋતુ (એપ્રિલ થી જૂન) દરમિયાન, દક્ષિણ દ્વીપકલ્પના ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં કેવું રહેશે તાપમાન?

તેમણે કહ્યું હતું કે, દક્ષિણ દ્વીપકલ્પના ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા નીચે રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વ અને ઉત્તરપશ્ચિમ ભારતના દૂરના ભાગો અને દ્વીપકલ્પના વિસ્તારોને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા તેનાથી ઉપર રહેવાની શક્યતા છે.

વરસાદને લઈને હવામાન વિભાગ શું કરી આગાહી? ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં થઈ શકે છે કમોસમી વરસાદ? જાણો વિગત

ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે આજથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં 7.5 ડિગ્રી નોંધાઈ હતી. ગ્રહણ બાદ હવામાનમાં અનેકવાર પલ્ટો જોવા મળ્યો છે. ગ્રહણ બાદ સપ્તાહમાં નિર્મળ જળની વૃષ્ટિ થાય તો ગ્રહણનું ઝેર ધોવાઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે જેને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થાય તેવા એંધાય છે.