Very heavy rainfall alert 2026: દેશમાં અત્યારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 12 જૂન સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકવાની ચેતવણી આપી છે. ખાસ કરીને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલગ-અલગ જગ્યાએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં 6 થી 12 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

નોર્થ-ઈસ્ટમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, 6 થી 12 જૂન સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડશે. જ્યારે 7 થી 12 જૂન દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ મેઘમહેર થવાની શક્યતા છે. આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

Continues below advertisement
Continues below advertisement

દક્ષિણ ભારતમાં પણ મેઘરાજાની બેટિંગ

દક્ષિણ ભારતની વાત કરીએ તો, 6 થી 12 જૂન સુધી કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વ્યાપક વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 7 થી 10 જૂન વચ્ચે જોરદાર વરસાદ પડી શકે છે. કેરળ અને કર્ણાટકમાં અમુક જગ્યાએ તો વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે.

પૂર્વ ભારતમાં વાવાઝોડાની શક્યતા

આંદામાન-નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 6 થી 12 જૂન સુધી સારો એવો વરસાદ પડશે. જ્યારે ઓડિશા, ઝારખંડ અને બિહારમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. ગંગા પશ્ચિમ બંગાળ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી

ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતની સ્થિતિ

ઉત્તર ભારત: જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની આગાહી છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

મધ્ય અને પશ્ચિમ ભારત: 6 થી 12 જૂન દરમિયાન મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ મહારાષ્ટ્રમાં કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી છે. ખાસ કરીને કોંકણ અને ગોવામાં 6 થી 10 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ Monsoon Update: ચોમાસાએ પકડી તોફાની ગતિ! આગામી 2-3 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ

આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અત્યારે ઉત્તર કેરળ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મ્યાનમાર અને આંદામાન સમુદ્ર પર 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સર્જાયેલું છે. આ ઉપરાંત જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે. આ બંને સિસ્ટમ ભેગી થવાને કારણે આખા દેશમાં આવો વરસાદી અને તોફાની માહોલ બન્યો છે.