ભારે વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ધોધમાર વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયા છે. મુંબઈના અંધેરી અંડર બ્રિજમાં ભરાયેલા પાણીમાં એક ગાડી ડૂબી ગઈ હતી. ફાયરના જવાનોએ ગાડીમાં સવાર એક વ્યક્તિને રેસ્ક્યૂ કરીને બચાવી લીધો હતો.
આ તરફ મલાડ, કિંગસર્કલ, સાયન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. મુંબઈમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી છે. હવામાન વિભાગે રેડ અલર્ટ પણ આપ્યું છે.
મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી હતી પરંતુ હવે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 24 કલાકમાં 204.5 મિલિમીટર એટેલ આટ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. મુંબઈના પાડોશી જિલ્લા પાલઘર પર પણ કેટલીક જગ્યાએ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.