સ્કાયમેટની આગાહી પ્રમાણે, ઉત્તરી મેદાની વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે. આ હવા પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન અને સાથે દિલ્હીના ન્યૂનતમ તાપમાનને ઘટાડશે. આ હવાના કારણે ઠંડા પવનનો અનુભવ પણ થઈ શકે છે.
આગામી 24 કલાકમાં અરૂણાચલ પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે. આ સિવાય ભારે હિમવર્ષા પણ થાય તેવી સંભાવના છે. અન્ય તરફ આસામ, નાગાલેન્ડમાં કડાકા સાથે વરસાદની સંભાવના છે. આગામી 28 અને 29 જાન્યુઆરીએ વરસાદ થાય તેવી શક્યતા છે. નઝીબાબાદ, સહારનપુરથી લઈને રાજધાની લખનઉ અને કાનપુર સુધી અનેક જગ્યાઓએ સામાન્ય વરસાદ રહેશે તેવું માનવું છે.
આગામી 24 કલાકમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં સામાન્ય હિમવર્ષા થઈ શકે છે. આ સાથે જ થોડા અંતરે ઠંડા પવન અને સાથે જ તડકાની પણ અસર જોવા મળશે. જેના કારણે હવામાનમાં સામાન્ય ઠંડી રહેશે. ધુમ્મસમાં ઘટાડો થશે અને આ સાથે ઝારખંડ અને ઓરિસ્સામાં પણ સામાન્ય વરસાદ રહેશે.