Monsoon Update: આ દિવસોમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું અસલી રંગ બતાવી રહ્યું છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવે ભારતીય હવામાન વિભાગ (IMD) એ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન તેમજ દેશના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે IMDએ કેરળ, લક્ષદ્વીપ, કોસ્ટલ કર્ણાટક, મરાઠવાડા, ગુજરાત, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગ મુજબ 10 જુલાઈના રોજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, 8 અને 9 જુલાઈના રોજ મરાઠાવાડા, 8 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ, 9 જુલાઈએ સમગ્ર ગુજરાત, 9, 11 અને 12 જુલાઈએ કેરળ, તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર અને દક્ષિણ કર્ણાટક, 8,9 અને 11 જુલાઈ તેલંગાણા, 10 અને 11 જુલાઈએ તટીય કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.


ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે


9, 11 અને 12 જુલાઈના રોજ કોંકણ અને ગોવા તેમજ મધ્ય મહારાષ્ટ્રમાં, 9ના રોજ દરિયાકાંઠાના કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 12 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


9-12 જુલાઈ દરમિયાન આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, બિહાર, સિક્કિમ, ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 જુલાઈએ ઝારખંડ, 9-11 જુલાઈ દરમિયાન ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ પડી શકે છે.




બંગાળ અને બિહારમાં ભારે વરસાદની શક્યતા


9 અને 12 જુલાઈના રોજ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી ભારે, 10-12 જુલાઈ દરમિયાન બિહારમાં, 9-11 જુલાઈ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે. ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 10 અને 11 જુલાઈએ અને અરુણાચલ પ્રદેશમાં 9 જુલાઈએ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.


ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ક્યારે થશે મુશળધાર વરસાદ?


જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીમાં 12 જુલાઈએ, હિમાચલ પ્રદેશમાં 11 અને 12 જુલાઈએ, ઉત્તરાખંડમાં 9-12 જુલાઈ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પૂર્વીય ઉત્તર પ્રદેશ પર 9-12 જુલાઈ દરમિયાન, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 10 અને 11 જુલાઈએ ભારે વરસાદની શક્યતા છે.