દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત છઠ્ઠા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 28 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.  કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી યોગ્ય ખાન-પાન અને વિટામિન સીથી ભરપૂર ભોજન જરૂરી છે. વિટામિન સી રોગ પ્રતિકારકશક્તિ વધારતું પોષક તત્વ છે. કોરોના મહામારીથી બચવા અને ઈમ્યુનિટી મજબૂત કરવા વિટામિન સીથી ભરપૂર ચીજોનું સેવન કરવું જોઈએ. સંતરા, મોસંબી, લીંબુ ઉપરાંત એવા અનેક સસ્તા ફળ છે જે શરીરને ભરપૂર માત્રામાં વિટામિન સી આપે છે.


કેરીઃ કેરીને ફળોના રાજા કહેવાય છે. તે ઈમ્યુનિટિ વધારવાનું પણ કામ કરે છે. એક મીડિયમ કેરીમાંથી આશરે 122 મિલીગ્રામ વિટામિટ સી મળે છે. આ ઉપરાંત વિટામિન એ પણ મળે છે.


જામફળઃ જામફળ ખૂબ જ સસ્તું અને પૌષ્ટિક ફળ છે. જેમાં સંતરાથી વધારે વિટામિન સી મળે છે. જે ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે.


પપૈયુઃ આ ફળ તમામ સીઝનમાં મળે છે. તે પચવામાં હલકું માનવામાં આવે છે. પેટને સાફ રાખવાની સાથે વજન પણ ઘટાડે છે. તેમાં વિટામિન સી પુષ્કળ માત્રામાં હોય છે. જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


સ્ટ્રોબેરીઃ વિટામિન સીનો એક સારો સ્ત્રોત સ્ટ્રોબેરી પણ છે. તેમાં વધારે માત્રામાં એંટી ઓક્સિડેંટ હોય છે. તે વિટામિન સી અને બીજા પોષક તત્વોથી ભરપૂર ફળ છે.


અનાનસઃ અનાનસ ઈમ્યુનિટી વધારવાની સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. અનાનસમાં કોઈ જરૂરી ખનીજ કે વિટામિન મળે છે. તેમાં મેંગનીઝ પણ મળે છે, જે અન્ય ફળોમાં પણ હોય છે.


કિવીઃ વિટામિન સીથી ભરપૂર આ ફળ થોડું મોંઘુ હોય છે પણ એક કિવીમાંથી આશરે 85 મિલીગ્રામ વિટામિન સી મળે છે. આ ઉપરાંત તેમાં વિટામિન કે તથા ઈ ભરપૂર માત્રામાં મળે છે.