કોરોના કાળમાં ઈમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) ખૂબ મહત્વની છે. તબીબોના કહેવા મુજબ, જે લોકોની ઈમ્યુનિટી મજબૂત હોય તેમને સંક્રમણ લાગવાનો ઓછો ખતરો રહે છે. જ્યારે નબળી ઈમ્યુનિટી વાળા લોકો સંક્રમિત થવાની શક્યતા વધારે હોય છે. ઈમ્યુનિટી વધારવાના પાંચ રામબાણ ઉપાય જણાવી રહ્યા છીએ.


પૌષ્ટિક આહારઃ કોરોનાથી બચવા પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. જમવામાં લીલા પાનવાળી શાકભાજી, ફળ અને દૂધને જરૂર સામેલ કરો. આ ઉપરાંત કોઈ ડાયેટિશીયનની સલાહ લઈને આહાર ચાર્ટ બનાવી તે પ્રમાણે ભોજન લો.


યોગ કરોઃ યોગ કરવાથી શરીરને ઘણી મદદદ કરે છે. યોગાસનમાં શરીરની માંસપેશીઓ હલનચલનની ક્રિયાઓ થાય છે સાથોસાથ તણાવ દૂર કરવા માટેની પ્રક્રિયા પણ થાય છે, જેથી થકાવટ દૂર થાય છે અને શરીર વધુ સ્‍ફૂર્તિલું બને છે. યોગ શ્વાસ લેવાને પ્રક્રિયાનું નિયમન કરે છે અને ફેફસાંને મજબૂત કરે છે. ઉપરાંત શરીરમાં વહેતા રક્‍તને શુદ્ધ કરે છે અને મનને પણ શુદ્ધ કરીને સંકલ્‍પશક્‍તિને વધારે છે. યોગને કારણે રોગ સામે રક્ષણ મળે છે. શરીર નીરોગી અને સ્‍વસ્‍થ રહે છે.


પૂરતી ઉંઘ લોઃ સ્વાસ્થ્ય નિષ્ણાતોના કહેવા મુજબ સાત-આઠ કલાકની ઉંઘ લેવી જોઈએ. જે આપણા શરીર માટે ફાયદાકારક છે. ઉંઘથી શરીરની માંસપેશીઓને આરામ મળે છે. જે શરીરની સિસ્ટમની સફાઈ તથા સક્રિય રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય છે. જે લોકોની નીંદર પૂરી ન થતી હોય તેમને સામાન્ય રીતે સંક્રમિત તથા અન્ય બીમારીઓ થવાનો વધારે ખતરો હોય છે.


હળદર અને તજનું સેવનઃ ભોજનમાં હળદર અને તજના ઉપયોગ કરો. તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ ગુણો ન માત્ર આપણી ઈમ્યુનિટી વધારે છે પણ દરેક પ્રકારના વાયરલ તથા બેક્ટેરિયલ સંક્રમણથી પણ બચાવે છે.


ગિલોય અને તુલસીઃ ગિલોય અને તુલસી પણ ઈમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તેનું સેવન અનેક રીતે લાભદાયી છે. ગિલોયને પાણીમાં ઉકાળીને પી શકાય છે. જ્યારે તુલસીનો ઉકાળો અનેક પ્રકારના ફાયદા કરાવે છે.