ઈમરાન ખાનના જણાવ્યા પ્રમાણે, પોતાના સંદેશમાં પીએમ મોદીએ લખ્યું છે કે – હું પાકિસ્તાન નેશનલ ડે પ્રસંગે લોકોને શુભકામના પાઠવું છું. ઉપમહાદ્વિપમાં લોકો આતંક અને હિંસા મુક્ત વાતાવરણમાં ક્ષેત્રીય શાંતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.
પાકિસ્તાનમાં 23 માર્ચે નેશનલ ડે મનાવવામાં આવે છે અને તેના એક દિવસ પહેલા શુક્રવારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ તેમને શુભકામના પાઠવી છે.
જોકે આ અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સવાલ પૂછ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, પીએમ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ મોદીના આ કથિત મેસેજ પર સવાલ ઉઠાવતા સરકાર પાસે જવાબ માગ્યો છે. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને લખ્યું કે, દેશ જાણવા માગે છે કે શું ઇમરાને જે ટ્વીટ કર્યું છે, તે સાચું છે? ખાસ કરીને જ્યારે સરકાર તરફતી ભારતમાં પાકિસ્તાનના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.