કેંદ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ પત્રકાર પરિષદમાં કહ્યું, કેંદ્ર સરકારે આજે ગેરકાનૂની ગતિવિધિ અધિનયમ 1967 મુજબ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટને ગેરકાનૂની એસોશિએશન જાહેર કર્યું છે. આ પગલા સરકાર તરફથી આતંકવાદ સામે જીરો ટોલરેન્સની નીતિ મુજબ ઉઠાવવામાં આવ્યા છે.
જેકેએલએફ ઉપર આતંકી ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ લાગતો રહ્યો છે. ઇડી પણ આ મામલે છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ કાશ્મીરમાં છાપેમારી કરી રહ્યું છે. જેમા યાસીન મલિકના સ્થળો ઉપર પણ છાપેમારી કરી હતી. યાસીન મલિકની ગણતરી એ અલગાવવાદી નેતાઓમાં થાય છે, જે કાશ્મીર ખીણમાં ભારત વિરોધી ગતિવિધિઓને પ્રોત્સાહન આપે છે. તે કાશ્મીર ખીણમાં તિરંગા વિરૂદ્ધ અભિયાન ચલાવે છે.